Jan 18, 2014 00:41
નોલેજ ઝોન
મિત્રો! રોડ ઉપર આપણે જેટલી કાર જોઈએ છીએ એમાં લગભગ ફ્રન્ટ-વ્હીલ એટલે કે આગળના વ્હીલની ડ્રાઇવિંગ સિસ્ટમ હોય છે. આ રીતની કારમાં સ્ટિયરિંગ શાફટનો છેડો ગિયર અને ટાઈ રોડ્સના માધ્યમથી આગળનાં પૈડાં સાથે જોડાયેલો હોય છે. જ્યારે આપણે કારને વાળવા માટે સ્ટિયરિંગ વ્હીલને ફેરવીએ છીએ, ત્યારે ગિયર અને ટાઈ રોડ્સની મદદથી આગળનાં પૈડાં પણ એ જ દિશામાં ફરે છે. એનાથી ઊલટું જે કારમાં રિયર-વ્હીલ એટલે કે પાછળના વ્હીલની ડ્રાઇવિંગ સિસ્ટમ હોય છે, એમાં સ્ટિયરિંગ શાફ્ટ પાછળનાં પૈડાં સાથે જોડાયેલી હોય છે. એટલા માટે આવી કારોને જ્યારે વાળવામાં આવે છે ત્યારે પાછળનાં પૈડાં વળે છે. જે કારોમાં ફોર વ્હીલ એટલે કે ચાર પૈડાંની ડ્રાઇવિંગ સિસ્ટમ હોય છે, એને જ્યારે ફેરવવામાં આવે છે, ત્યારે એનાં ચારેય પૈડાં એકસાથે સ્ટિયરિંગ વ્હીલની દિશામાં ફરે છે.
|
|
No comments:
Post a Comment