દોડશે ડ્રાઇવર વગરની કાર અને પહોંચાડશે મુકામે?
વધુ જાણવા માટે કરો ક્લિક...
વધુ જાણવા માટે કરો ક્લિક...
પેરિસ, 9 જાન્યુઆરી માન્યામાં ના આવે તેવી વાત છે પણ હવે હકીકત છે.ડ્રાઇવર વિના પણ દોડી શકે એવી કાર બનાવવામાં ટેસલા અને ગૂગલ કંપનીએ મોડલ તૈયાર કરી દીધા છે, પણ ખાસ જાણીતી ન હોય એવી એક ફ્રેન્ચ કંપની ઇન્ડક્ટે આઠ જણ બેસી શકે એવી ડ્રાઇવર વિનાની કાર બનાવીને અમેરિકામાં વેચાણ માટે મૂકી દીધી છે. આ કાર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમને બદલે રડારનો ઉપયોગ કરીને રસ્તામાં આવનારા અવરોધની જાણ મેળવે છે. એને નાવિયા નામ આપવામાં આવ્યું છે અને એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ કાર એરપોર્ટસ, યુનિવર્સિટી કેમ્પસ, સ્ટેડિયમ અને પ્રાઇવેટ બંગલામાં આસાનીથી ઉપયોગમાં લઇ શકાય એવી છે. આ કાર ઇલેકિટ્રકથી દોડે છે અને એથી જરાપણ પ્રદૂષણ નથી ફેલાવતી. એની કિંમત 1,52,000 પાઉન્ડ (આશરે 1,55,06,922રૂપિયા) છે. આ કારને સ્માર્ટફોન કે કમ્પ્યુટરની મદદથી બોલાવી શકાય છે અને એના પર ટચ બટન લાગેલા છે જેનાથી એને ઓપરેટ કરી શકાય છે. |
No comments:
Post a Comment