Friday, May 17, 2013

મેટ્રિક પાસે શોધ્યું પાણીથી ચાલતું બાઇક


અમદાવાદ, તા. ૮
ગાંધીનગર ખાતે યોજાયેલા મેગા પ્રદર્શનમાં એજ્યુકેશનના પેવેલીયનમાં ઇનોવેશન વિભાગમાં દસ ચોપડી ભણેલા કોલ્હાપુરના અરવિંદ ખાંડકેએ શોધેલા પાણી મિશ્રિત પેટ્રોલથી ચલાવી શકાઇ તેવા બાઇકને પ્રદર્શનમાં મુકવામાં આવ્યુ છે.
  • પેટ્રોલ કરતા પચાસ ટકા એવરેજ વધારે આપતું હોવાનો દાવો
  • પેટ્રોલથી ચાલતા કોઇપણ બાઇકને પાણીથી ચલાવી શકાય છે
  • એન્જિનની લાઇફ પણ વધે છે
તેમની ટીમે એવો દાવો કર્યો છે કે પેટ્રોલથી ચાલતા કોઇપણ બાઇકને અમે પાણીથી ચાલતુ કરી શકીએ છીએ. શોધક ખાંડકે માત્ર ધો. ૧૦ સુધી ભણેલા છે. તેમણે આ સંશોધન ૩૦ વર્ષ સુધી કર્યું હતું. બાઇક વિશે માહિતિ આપતા તેમની ટીમના સભ્ય અરવિંદ લોગોએ કહ્યું હતું કે એક લીટર પેટ્રોલની સામે ૧૦૦મિલી પાણી નાખવાનું હોઇ છે. પાણીથી એવરેજ પચાસ ટકા વધી જાઇ છે તેવો તેમણે દાવો કર્યો હતો. તેમના કહ્યા પ્રમાણે પાણી મિશ્રિત પેટ્રોલ વાપરવાથી એન્જીનની લાઇફ પણ વધે છે. આ બાઇકને ચલાવવાથી ૫૦ ટકા પ્રદૂષણ પણ ઓછું થાઇ છે. પેટ્રોલ સાથે સાદું પાણી જ નાખવાનુ છે.

No comments:

Post a Comment