નવી દિલ્હી – ભારતમાં મોટરસાઈકલ ઉત્પાદનમાં બીજા નંબરની કંપની બજાજ ઓટો લિમિટેડે દેશની એન્ટ્રી-લેવલ બાઈક માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવા સોમવારે ૧૦૦ સીસીનું એક નવું મોડેલ લોન્ચ કર્યું છે.
‘ડિસ્કવર T’ નામની આ નવી મોટરસાઈકલ દિલ્હીમાં રૂ. ૫૦,૦૦૦ની કિંમતની છે. બજાજે આને હિરો મોટોકોર્પ લિમિટેડના પેશન પ્રો અને હોન્ડાના ડ્રીમ યુગા સામે હરીફાઈ માટે મૂક્યું છે.
‘ડિસ્કવર T’ બાઈક આ મહિનામાં જ દેશભરમાં શોરૂમ્સમાં ઉપલબ્ધ થશે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજનો દાવો છે કે આ બાઈક ચાર-વાલ્વવાળી DTS-i ટેક્નોલોજીથી બનાવેલું તેમજ પાંચ-સ્પીડ ગીઅર બોક્સવાળું વિશ્વમાં પહેલું જ છે.
હિરો મોટોકોર્પ સરેરાશ એક મહિનામાં લગભગ ૬ લાખ બાઈક વેચે છે. બજાજને આશા છે કે એક મહિનામાં તેની નવી બાઈકના લગભગ ૪૦,૦૦૦-૪૫,૦૦૦ યુનિટ્સ વેચાશે જેને લીધે એન્ટ્રી-લેવલ માર્કેટમાં તેનો હિસ્સો ૨૦ ટકાથી વધીને ૩૨ ટકા થશે.
‘ડિસ્કવર T’ નામમાં T નો દર્શાવે છે ‘Tourer’ શબ્દ. કંપનીનો દાવો છે કે નવી બાઈકની ફ્યુઅલ ક્ષમતા પ્રતિ લિટર કલાકના ૮૭ કિ.મી.ની છે.
No comments:
Post a Comment