નવી દિલ્હી 13, માર્ચ
ફોક્સવેગન હવે સૌથી એગ્જોટિક કહેવામાં આવતી કાર ઝડપી બનાવવા જઈ રહી છે. જર્મન કંપનીનો દાવો છે કે 2 સીટવાળી આ કાર એક લીટર ડિઝલમાં 100 કિલોમિટર ચાલશે. જીનિવા મોટર શોમાં આ કારનો કોન્સેપ્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ કારનું નામ છે હાઈબ્રિડ એક્સએલ1. તેના મિરરમાં કેમેરા લાગેલા છે અને દરવાજા ઉપરની તરફ ખુલશે.
છ મહિનાની અંદર જ આનું નિર્માણ કામ શરૂ થઈ જશે. તેમાં 48 હોર્સપાવરના બે સિલિન્ડરવાળું એન્જીન લગાવવામાં આવ્યું છે. તેની સાથે 27 હોર્સપાવરની ઈલેક્ટ્રીક મોટર પણ લગાવવામાં આવી છે.
કંપનીએ જણાવ્યું કે જર્મનીના ઓસનાબ્રુએકની ફેક્ટરીમાં આ કાર બનાવવામાં આવશે. કંપની હવે વધારેમાં વધારે આધુનિક હાઈબ્રિડ ટેક્નિક પર જોર આપી રહી છે. હાઈબ્રિડ એક્સએલ1ની કિંમત હાલમાં બતાવવામાં આવી નથી પરંતુ જાણકારોનું કહેવું છે કે જે રીતની ટેક્નિક તેમાં છે, તેના હિસાબે લગભગ તેની કિંમત 30 થી 50 હજાર યૂરો એટલે કે 21 થી 35 લાખ વચ્ચે હોઈ શકે છે.
કંપનીને હાલમાં 1000 કાર બનાવવાની પરમિશન મળી છે. પરંતુ કંપની હાલમાં ફક્ત 250 કાર જ બનાવવાનું વિચારી રહી છે. હાલમાં કંપની આનું વધારે માર્કેટિંગ કરવાનું પણ નથી વિચારી રહી.
|