અધધધ...હાઇ
ફાઇ કિંમત - રૂ.27 કરોડ 9 લાખ રૂપિયા, વિશ્વની અતિ વૈભવી મોંઘીદાટ કાર
લેમબોર્ગિની વનેનો, શું છે તેની વિશેષતાઓ વધુ જાણવા માટે કરો ક્લિક...
કિંમત અધધધ...રૂ.27કરોડ 9લાખ રૂપિયા - વિશ્વની અતિ વૈભવી સૌથી મોંઘીદાટ કારઃ લેમબોર્ગિની વનેનો...
નવી દિલ્હી, 6 જાન્યુઆરી
સંયુકત આરબ અમીરાત (UAE) આતો વિશ્વભરમાં તેના અબજોપતિ આરબ શેખો માટે જાણીતુ છે. સમાચારોમાં પણ આ ધનકુબેરો તેમની અતી પોશ રહેણી કહેણીને કારણે છાશવારે ચમકતા રહે છે. આંખો ચાર થઇ જાય તેવા રહેણાંકો અને એક એકથી ચઢીયાતી મોંધીદાટ લકઝરી કારોની ત્યાં જરાય નવાઇ નથી હવે UAE માં દુનીયાની સૌથી મોંધી કારને લોન્ચ કરવામાં આવી છે.
બહુ જાણીતી કાર કંપની લંબોરગિની એ તાજેતરમાં અબુ ધાબીમાં તેની નવી કાર વનેનો રોડસ્ટરને લોન્ચ કરી આમા ખાસ ચુનંદા અબજોપતીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ કાર 750 હોર્સ પાવર ધરાવે છે. અને 12 સિલિન્ડરનું એન્જીન છે. આને કારણે ફકત 3 સેકન્ડની અંદર જ આ કાર ૦ થી ૧૦ કિલોમીટરની સ્પીડ પકડી લ્યે છે. કારનું સમગ્ર બોડી કાર્બન ફાઇબરનું બનેલુ છે.
હવે તમારે જો આ કાર ખરીદવી હોઇ તો પહેલા જરા થોભો તેની કિંમત સાંભળીને જ કયાંક ચકકર આવી જશે. આ કારની કીંમત છે 60 લાખ દિરહામ એટલે કે અધધ 27 કરોડ 9 લાખ રૂપિયા!! આની આ કીંમત વિધઆઉટ ટેકસ ની છે જયારે આમા પાછો કારવેરો ઉમેરાય ત્યારે તો તેની કિંમત 30 કરોડ કે એનાંથી પણ વધારે થાય છે.. માટે જ આ વિશ્વની સૌથી મોંધામાં મોંધી કાર બની ગઇ છે. અને માટે જ કંપનીએ આવા ફકત 9 મોડલનું જ ઉત્પાદન કર્યુ છે.

No comments:
Post a Comment