Tuesday, January 24, 2012

લેન્ડ રોવર (ઓટો-વર્લ્ડ)


ઓટો-વર્લ્ડ - હિતેશ જોષી
કારના ટાયરથી ફક્ત છ ઇંચ પહોળો કમાનાકાર લોખંડનો એક પાટો જેના બન્ને છેડા જમીનમાં ખૂંપેલા છે, પરંતુ કમાનાકારે વળેલ એ લોખંડનો પાટો મધ્યમાં જમીનથી ખાસ્સો ચાર-પાંચ ફૂટ ઊંચો થઈ જાય છે. એક કાર આવે છે હળવેથી એના ડાબી બાજુનાં ટાયર પેલા પાટા પર ચડે છે જ્યારે જમણી બાજુનાં ટાયર જમીન પર જ રહે છે. કાર આગળ વધે છે અને પાટાની મધ્યમાં આવતા કાર ૪૫ ડિગ્રીના ખૂણે સાવ ત્રાંસી થઈ જાય છે. આવા જ એક બીજા દૃશ્યમાં કારની પહોળાઈના માપે-માપ લોખંડના બે પાટા ધનુષાકાર જમીનથી આઠ-દસ ફૂટ ઊંચા છે જેના છેડા વળાંક લઈ જમીનમાં ખૂંપેલા છે. આ પાટા ઉપર પણ એક કાર ચડી બતાવે છે. કાર બિલકુલ ઉપર પહોંચે ત્યારે એમ લાગે કે હમણાં ગમે તે એક બાજુ કાર ગોથું મારી જશે પરંતુ ગજબનાક બેલેન્સ બતાવી કાર આરામથી બીજા છેડેથી ઊતરી જાય છે.
સરકસના સ્ટંટ જેવાં લાગતાં આ દૃશ્યો કારનું બેલેન્સિંગ ચકાસવાનો ફક્ત એક ભાગ હતો અને કંપની લેન્ડ રોવર સિવાય બીજી કઈ હોય શકે? લેન્ડ રોવર એટલે વિશ્વની સૌથી જૂની બીજા નંબરની ફક્ત ફોર વ્હિલ ડ્રાઈવ કાર (ફોર વ્હિલ ડ્રાઈવ એટલે એવી કાર જેમાં ચારેય પૈડાં એન્જિન સાથે જોડાયેલા હોય) બનાવતી કંપની. ફોર વ્હિલ ડ્રાઈવની તાકાતવર પહેચાન એટલે ‘લેન્ડરોવર’ લેન્ડરોવર એટલે ફક્ત SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિક્લ) બનાવતી કંપની. પોતાની ખડતલ SUV માટે વિશ્વભરમાં બહુ જાણીતી અને ખ્યાતનામ છે આ બ્રિટિશ કંપની.
૧૯૪૮ના સમયમાં ફક્ત રોવર કંપનીના નામે ઓળખાતી કંપનીનો ચીફ ડિઝાઈનર મોરીસ વિક્સ એક વાર રજાઓમાં ફક્ત ફરવા માટે ફોર વ્હિલ ડ્રાઈવ એવી જીપ લઈને નીકળ્યો. પોતાની સફરમાં એ વાહન ચલાવવામાં એને એવી મોજ આવી કે રોવર કંપની માટે એવી જ કાર બનાવવાનું એણે નક્કી કર્યું. અને એક સાંજે રેડ વાર્ક બીચ પર રજાનો આનંદ માણતો એ બેઠો હતો ત્યારે અચાનક એના દિમાગમાં હેડલાઈટ જેવી બત્તી થઈ અને સમંદરની રેત પર એણે એ કારની ડિઝાઈન દોરી જે એને બનાવવી હતી. ત્યારબાદ રોવર કંપની એ ડિઝાઇન પર કામ કરવા મચી પડી અને રેત પર દોરાયેલા કારના મોડલને અંજામ મળ્યો ૩૦ એપ્રિલ ૧૯૪૮માં, જ્યારે આમ્સ્ટેરડ્રામ મોટર શોમાં એનું મોડલ રજૂ થયું અને એને નામ અપાયું - લેન્ડ રોવર. આ કાર રજૂ થતાંની સાથે જ એ વાવાઝોડાની રફતારે લોકપ્રિય થઈ અને એની સફળતાના પગલે કંપનીએ પોતાનું રોવર કંપનીમાંથી ‘લેન્ડ રોવર’ કરી નાંખ્યું. આ SUVની સફળતાથી બીજા જ વર્ષે કંપનીને બ્રિટિશ આર્મી તરફથી આવાં મજબૂત વાહનો બનાવવાના ઓર્ડર મળવા લાગ્યા. ત્યારથી માંડીને આજ સુધી કેટલાય દેશોની ફૌજની પહેલી પસંદ લેન્ડ રોવર જ રહી છે. પછી તે એમ્બ્યુલન્સ હોય કે શસ્ત્રો, મિસાઈલ લઈ જતાં વાહનો. એની મજબૂતાઈ અને બેલેન્સિંગ આખી દુનિયામાં વિશ્વસનીય મનાય છે.
SUVનો પર્યાય બનેલી આ કંપનીએ લેન્ડ રોવર ડિસ્કવરી, ડિફેન્ડર, ફ્રિલેન્ડર, રેન્જ રોવર, રેન્જ રોવર સ્પોર્ટ્સ (રેન્જ રોવર મોડલ પણ એટલું હિટ થયેલું કે હવે બોનેટ પર લેન્ડ રોવરની જગ્યાએ રેન્જ રોવર લખાય છે) નામનાં કેટલાંય શક્તિશાળી મોડલ આપ્યાં જેની વર્ષોવર્ષ સુધારેલી અને નવતર આવૃત્તિઓ બહાર પડતી રહી છે. કાદવ-કીચડના લપસણા હોય કે ઊબડખાબડ રસ્તા, રણની રેતી, ટેકરા, ડુંગરા, ઢોળાવ, નદી, નાળાં, પથરાળ, દુર્ગમ ઊંડા ખાડાઓવાળા ભયંકર રસ્તાઓ પર
એક્સીલેટર
* લેન્ડ રોવર કેટલી કંપનીઓની માલિકી તળે રહી એ ટૂંકમાં જોઈએ તો ૧૯૬૭ - લેલન મોટર, ૧૯૬૮ - બ્રિટિશ લેલન મોટર, ૧૯૮૮ - બ્રિટિશ એરો સ્પેસ, ૧૯૯૪ - બીએમડબ્લ્યુ, ૨૦૦૦ - ફોર્ડ કંપની, ૨૦૦૮ - જેગુઆર અને આખરે જેગુઆરને ટાટાએ ખરીદી તેથી ટાટા મોટર્સના નેજા તળે છે હવે લેન્ડ રોવર.
* ‘એવોક’ લેટેસ્ટ મોડલ છે જે પેટ્રોલ, ડીઝલ બન્નેમાં ઉપલબ્ધ છે અને માર્કેટમાં આવ્યા પહેલાં એના ૨૦,૦૦૦ ઓર્ડર બુક પણ થઈ ગયેલા.
* ‘રેન્જ રોવર સ્પોર્ટ્સ’ મોડલ સર્વાધિક સ્પીડી હતું. રફતાર ૨૨૫ કિમી./કલાક.
* કોરિયન વોર, ગલ્ફ વોરમાં લેન્ડ રોવરનો બહોળો ઉપયોગ થયેલો.
* ફોર વ્હિલ ડ્રાઈવ હોવાથી લેન્ડ રોવર ૨૦-૨૫ ઊંડા ખાડામાંથી પણ આસાનીથી બહાર નીકળી શકે છે.
સફર કરવા માટે છે - લેન્ડ રોવર,

No comments:

Post a Comment